ભારતમાં લોન્ચ થયો 67W ફાસ્ટ ચાર્જિંગ અને 50 MP કેમેરા સાથેનો સસ્તો 5G ફોન, VIVO અને OPPO ની કરશે હરીફાઈ
ચીનની સ્માર્ટફોન નિર્માતા રેડમીએ તેના ગ્રાહકોને ખુશ કરીને ભારતમાં Redmi Note 12 Pro 5Gનું નવું વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. આ સ્માર્ટફોનને શરૂઆતમાં આ વર્ષે જાન્યુઆરીમાં ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. કંપનીએ 6GB RAM + 128GB સ્ટોરેજ વેરિઅન્ટ, 8GB RAM + 128GB સ્ટોરેજ મોડલ અને 8GB RAM + 256GB વેરિઅન્ટ સાથે રજૂ કર્યું હતું. હવે, કંપનીએ 12GB રેમ અને 256GB સ્ટોરેજ સાથે Redmi Note 12 Pro 5G લોન્ચ કર્યો છે. ફોનમાં આપવામાં આવેલા મહત્વના ફિચર્સ વિશે વાત કરીએ તો, તે MediaTek Dimensity 1080 SoC ચિપ અને 5,000mAH બેટરીથી સજ્જ છે.
Redmi Note 12 Pro 5G કિંમત
12GB રેમ અને 256GB સ્ટોરેજ સાથે Redmi Note 12 Pro 5G ની કિંમત mi.com પર રૂ 28,999 છે. તે ફ્લિપકાર્ટ દ્વારા પણ વેચાણ માટે ઉપલબ્ધ છે. આ સ્માર્ટફોનની કિંમત 6GB RAM + 128GB સ્ટોરેજ માટે રૂ. 23,999, 8GB RAM + 128GB સ્ટોરેજ માટે રૂ. 24,999 અને 8GB RAM + 256GB સ્ટોરેજ માટે રૂ. 26,999 છે. તમે ફ્રોસ્ટેડ બ્લુ, સ્ટારડસ્ટ પર્પલ અને ઓનીક્સ બ્લેક શેડ્સ સાથે Redmi Note 12 Pro 5G ખરીદી શકો છો.
Redmi Note 12 Pro 5G ફીચર
Redmi Note 12 Pro 5G આ વર્ષની શરૂઆતમાં ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ સ્માર્ટફોન MIUI 13 આઉટ ઓફ ધ બોક્સ પર ચાલે છે. ફોનમાં 6.67-ઇંચની ફુલ-એચડી (1,080×2,400 પિક્સેલ્સ) AMOLED ડિસ્પ્લે છે. તેમાં ડિસ્પ્લે માટે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 3 પ્રોટેક્શન પણ છે. સ્માર્ટફોનમાં પ્રોસેસર
ઓક્ટા-કોર મીડિયાટેક ડાયમેન્સિટી 1080 SoC ચિપનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફોન 12GB રેમ અને 256GB સુધી સ્ટોરેજ સાથે આવે છે.
ફોટોગ્રાફી માટે ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે, જેમાં 50-મેગાપિક્સલનો સોની IMX766 સેન્સર, 8-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ-એંગલ સેન્સર અને 2-મેગાપિક્સલનો મેક્રો સેન્સર આપવામાં આવ્યો છે. જ્યારે સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. રેડમી નોટ 12 પ્રોમાં પાવર બેકઅપ માટે 5,000mAh બેટરી છે, જે 67W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
Comment